Screenshot from US Border Patrol video showing Indians successful  chains with a informing  message, highlighting borderline  tensions.

નવી દિલ્હી : અમેરિકાએ ડંકી રુટથી પ્રવેશેલા 104 ભારતીયોને ડિપોર્ટ(Deport)કર્યા છે. જેની બાદ હવે ડંકી રુટથી અમેરિકા પહોંચેલા ભારતીયો પોતાની આપવીતી જણાવી રહ્યા છે. જેમાં ભારત ડિપોર્ટ કરાયેલી અને મૂળ પંજાબની કપૂરથલાની લવપ્રીત કૌર નામની મહિલાની આપવીતી પ્રકાશમાં આવી છે. જેમાં તેણે અમેરિકા પહોંચવા માટે 1 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો અને તેની મેક્સિકો સરહદ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ભારત આવ્યા બાદ તેણે ડંકી રુટથી જવાની સંઘર્ષ અને યાતના વર્ણવી હતી.

એજન્ટને 1 કરોડ રૂપિયા પણ આપ્યા હતા

જેમાં પંજાબના કપૂરથલા જિલ્લાના ભોલાથ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય લવપ્રીતે તેના 10 વર્ષના બાળકના સારા ભવિષ્ય માટે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે એજન્ટને 1 કરોડ રૂપિયા પણ આપ્યા હતા અને એજન્ટે તેને સીધા અમેરિકા લઈ જવાનું વચન આપ્યું હતું પરંતુ એવું કંઈ થયું નહીં.

Also read: America થી 104 ભારતીયોને અમૃતસર ડિપોર્ટ કરાયા, ગુજરાતના 33 અને મહારાષ્ટ્રના 3 નાગરિક

જે સહન કરવું પડ્યું તે અપેક્ષા કરતાં ઘણું વધારે હતું

આ અંગે જણાવતા લવપ્રીતે જણાવ્યું કે તે 2 જાન્યુઆરીએ તેના 10 વર્ષના પુત્ર સાથે અમેરિકા જવા રવાના થઈ ગઈ. એક મહિના કરતાં વધુ સમય પછી જ્યારે તે 27 જાન્યુઆરીએ મેક્સિકન સરહદના ડંકી રુટ દ્વારા યુએસ પહોંચી હતી. ત્યારે યુએસ સુરક્ષા દળોએ તેની ધરપકડ કરી હતી. લવપ્રીતે કહ્યું કે એજન્ટે અમારા પરિવારને કહ્યું કે તેઓ અમને સીધા અમેરિકા લઈ જશે. પરંતુ અમારે જે સહન કરવું પડ્યું તે અપેક્ષા કરતાં ઘણું વધારે હતું.

ગ્વાટેમાલામાં ત્રણ કલાકથી વધુ ચાલ્યા

લવપ્રીતે કહ્યું કે તેને કોલંબિયાના મેડેલિન લઈ જવામાં આવી હતી અને ત્યાંથી અલ સાલ્વાડોર લઈ જતા પહેલા લગભગ બે અઠવાડિયા ત્યાં રાખવામાં આવી હતી. ત્યાંથી અમે ગ્વાટેમાલામાં ત્રણ કલાકથી વધુ ચાલ્યા પછી ટેક્સી પકડીને મેક્સિકન સરહદ પર પહોંચ્યા હતો. મેક્સિકોમાં બે દિવસ વિતાવ્યા પછી તેઓ આખરે 27 જાન્યુઆરીએ યુએસ પહોંચ્યા હહતા.

બંગડીઓ જેવા નાના ઘરેણાં પણ કાઢવા કહેવામાં આવ્યું

લવપ્રીત અને અમેરિકા પહોંચેલા અન્ય ભારતીયોની મુશ્કેલીઓ ત્યારે વધી ગઈ જ્યારે અમેરિકન અધિકારીઓએ સરહદ પાર કર્યા બાદ લવપ્રીત અને અન્ય લોકોની અટકાયત કરી. તેમણે કહ્યું કે જ્યારે અમે અમેરિકા પહોંચ્યા ત્યારે અમને અમારા સિમ કાર્ડ અને કાનની બુટ્ટી અને બંગડીઓ જેવા નાના ઘરેણાં પણ કાઢવા કહેવામાં આવ્યું હતું.

કમરથી પગ સુધી સાંકળોથી બાંધવામાં આવ્યા

પીડિતાએ કહ્યું કે આ લાંબી મુસાફરી દરમિયાન તેનો સામાન પહેલેથી જ ખોવાઈ ગયો હતો. તેમણે કહ્યું કે અમને પાંચ દિવસ માટે એક કેમ્પમાં રાખવામાં આવ્યા હતા અને 2 ફેબ્રુઆરીએ અમને કમરથી પગ સુધી સાંકળોથી બાંધવામાં આવ્યા હતા અને અમારા હાથમાં હાથકડી લગાવવામાં આવી હતી. ફક્ત બાળકો પ્રત્યે થોડી નમ્રતા બતાવવામાં આવી હતી.

સપના એક જ ક્ષણમાં ચકનાચૂર થઈ ગયા

લવપ્રીતે વધુમાં જણાવ્યું કે, અમને ડિપોર્ટ કરવા લશ્કરી વિમાનમાં 40 કલાકની મુસાફરી દરમિયાન વાતચીત પણ કરવા દેવામાં આવી નથી. જેના લીધે અકળામણ અનુભવાતી હતી. તેમણે કહ્યું કે અમને કોઈએ કહ્યું નહીં કે અમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે. જ્યારે અમે આખરે ભારત પહોંચ્યા ત્યારે અમને આઘાત લાગ્યો. અમૃતસર એરપોર્ટ પર અમને કહેવામાં આવ્યું કે અમે ભારત પહોંચી ગયા છીએ. ત્યારે એવું લાગ્યું કે અમારા સપના એક જ ક્ષણમાં ચકનાચૂર થઈ ગયા છે.

લોકોને છેતરનારા એજન્ટો સામે પગલાં લે

લવપ્રીતે કહ્યું કે હું મારા દીકરાના ભવિષ્ય અને અમેરિકામાં નવા જીવન વિશે આશાવાદી છું. મારા પરિવારે એજન્ટને પૈસા ચૂકવવા માટે મોટી લોન લીધી હતી. આશા હતી કે અમારું ભવિષ્ય સારું રહેશે. અમને કહેવામાં આવ્યું હતું કે અમે ટૂંક સમયમાં કેલિફોર્નિયામાં અમારા સંબંધીઓ સાથે રહીશું. પરંતુ તે બધુ હવે શક્ય નથી. લવપ્રીતે આ ઘટના બાદ જણાવ્યું હતું કે તેના ભારતમાં 1.5 એકર જમીન છે. જ્યાં તે તેના પતિ અને સાસરિયાઓ સાથે રહે છે. તેણે માંગ કરી છે કે સરકાર તેમને અને તેમના જેવા અન્ય લોકોને છેતરનારા એજન્ટો સામે પગલાં લે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને