મુંબઇઃ લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ કોલ્ડપ્લે ઇન્ડિયા કોન્સર્ટનો પહેલો શો 18 મી જાન્યુઆરી એટલે કે શનિવારે મુંબઈમાં યોજાયો હતો. આ કોન્સર્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્રિસે તેના ભારતીય ચાહકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા, જેને કારણે તેમના ફેન્સ ગેલમાં આવી ગયા હતા.
આ પણ વાંચો : આખરે સૈફનો હુમલાખોર થાણેથી પકડાયો : શા માટે કર્યો હતો હુમલો…
ક્રિસ માર્ટિન તેમના બેન્ડ કોલ્ડપ્લેના ‘મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ’ વર્લ્ડ ટૂરના ભાગરૂપે ભારત આવ્યો છે. ક્રિસ માર્ટિન બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લેનો મુખ્ય ગાયક છે. શનિવારે તેમના બેન્ડે મુંબઇમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન શોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
એક વીડિયોમાં ક્રિસ માર્ટિન હિન્દીમાં વાત કરતો જોવા મળી રહ્યા છે. ક્રિસ માર્ટિને તેના ચાહકોને જય શ્રીરામ પણ કહ્યું હતું અને ચાહકોએ તેને ઉત્સાહથી વધાવી લીધો હતો. મુંબઈમાં તેના મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન જય શ્રી રામનો નારો લગાવીને ક્રિસે ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેઓ ચાહકો દ્વારા ઉભા કરવામાં આવેલા પ્લેકાર્ડસ વાંચી રહ્યા હતા.
કેટલાક પ્લે કાર્ડ્સ પર જય શ્રીરામ લખેલું હતું અને ક્રિસ માર્ટિને તે પ્લેકાર્ડ વાંચ્યા હતા અને જય શ્રી રામ બોલ્યો હતો. આ જોઇને પ્રક્ષકો આનંદથી તાળીઓ પાડવા લાગ્યા હતા ત્યારબાદ ક્રિસે તેમણે પૂછ્યું હતું કે આનો અર્થ શું છે?
19 જાન્યુઆરીના શો બાદ કોલ્ડપ્લેના હજી બીજા બે શો મુંબઇમાં નિર્ધારીત છે. તેઓ 21 અને 22 જાન્યુઆરીએ ફરી એક વાર મુબંઇમાં પરફોર્મ કરશે, જેને ડિઝની+હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ત્યાર બાદ 25 અને 26 જાન્યુારીના રોજ અમદાવાદ ખાતે કોલ્ડપ્લેના બે શો નિર્ધારીત છે.
આ પણ વાંચો : કોલ્ડપ્લેની તારીખો નજીક આવી તો કાળાબજારીયા પણ થયા એક્ટિવ, જોકે પોલીસે…
ક્રિસ માર્ટિન તેની ગર્લ ફ્રેન્ડ ડાકોટા જોન્સન સાથે ભારત આવ્યો છે. અહીં આવીને તેણે મંદિરોની મુલાકાત પણ લીધી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને