પાટણ: રાજ્યમાં ખૂણેખાંચરે દારૂ-જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે, જેના પર અનેક વખત સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચ (પીસીબી), સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC), લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) રેડ કરીને કાર્યવાહી કરતાં હોય છે. આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાણસ્મા ખાતે ચાલતા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા.
33 જુગારીઓની ધરપકડ
પ્રાપ્ત વિગતો અનુસાર ચાણસ્મામાં ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં દરોડા પાડયા હતા. સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતા જુગારધામ પર સ્પેશિયલ મોનિટરિંગ સેલે એ દરોડો પાડ્યો હતો. SMCએ કાર્યવાહી દરમિયાન પોલીસે 33 જુગારીઓની ધરપકડ કરી હતી. જો કે 7 શખ્સો ફરાર થઈ ગયા હતા.
આપણ વાંચો: ગેરકાયદે જુગારની ફરિયાદ કરવા બદલ શિવસેનાના નેતા પર હુમલો: સાત સામે ગુનો
હજારો રૂપિયાની રોકડ રકમ જપ્ત
દરોડા દરમિયાન SMCના સ્ટાફને સ્થળ પરથી હજારો રૂપિયાની રોકડ રકમ, કાર અને મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા લાંબા સમયથી જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું છે.
ફરાર આરોપીઓની શોધખોળ
SMCએ કુલ 33 જુગારીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે 40 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મુદ્દામાલ જપ્ત કરીને ચાણસ્મા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને