Why is the duration of Nirmala Sitharaman's budget, which acceptable   the grounds   for the longest budget, getting shorter?

નવી દિલ્હી: ગઈ કાલે શનિવારે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સંસદમાં બજેટ રજુ કરતા મોટી જાહેરાતો કરી હતી. કેન્દ્ર સરકારે પગારદાર વર્ગને મોટી રાહત આપી છે, નવી ટેક્સ રીજાઈમ હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ઉપરાંત રૂ. 75,000 ની સ્ટાન્ડર્ડ ડિડકશન સાથે 12.75 લાખની આવક પર ઇફેક્ટીવ ઇન્કમ ટેક્સ શૂન્ય થઇ જશે. જેને કારણે માધ્યમ વર્ગમાં ખુશીની લાગણી છે, પરંતુ ટૂંક સમયમાં સરકાર પગારદાર વર્ગને ઝટકો આપી શકે છે.

નવું બીલ રજુ થઇ શકે છે:
સરકાર આવતા અઠવાડિયે સંસદમાં ઇન્કમ ટેસ્ક બિલ રજુ કરી શકે છે. જેમાં મોટા ફેરફાર કરવામાં આવી શકે છે, જેની માધ્યમ વર્ગ પર સીધી અસર થઇ શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં પગાર સંબંધિત અધિનિયમ, પર્ક્સ અને બેનીફીટની વ્યાખ્યા બદલવાની દરખાસ્ત કરી છે. સરળ ભાષામાં કહીએ તો પગારમાંથી ભાગ-B હવે સમાપ્ત થઇ શકે છે.
પર્ક્સ પર પણ ટેક્સ લાગી શકે છે!

હાલ પગારમાં 50 હજાર રૂપિયા સુધીની પર્ક્સ પર કોઈ ટેક્સ લાગતો નથી. હાલ કંપની દ્વારા આપવામાં આવતા લેપટોપ, સોડેક્સો, ફ્રી હાઉસ, કાર, ફૂડ, મેડીકલ ફેસિલિટી, ક્લબ મેમ્બરશિપ, ટ્રાવેલ અલાઉન્સ જેવા બેનિફિટસ પર ટેક્સ લાગતો નથી. આ સિવાય, મોબાઇલ બીલ, પ્રોવિડન્ટ ફંડ્સ, એન્ટરટેનમેંટ, ટેક્સી બીલ અથવા જિમ બીલ પણ ટેક્સ ફ્રી બેનિફિટ્સમાં શામેલ છે.

આ પણ વાંચો : નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ બેનિફિટ્સમાં ફેરફાર કરવાની દરખાસ્ત રજુ કરી છે. જો સરકાર પગારમાંથી બેનિફિટ્સ દૂર કરે છે, તો તમે મોબાઇલ બિલ, જિમ બિલ, પેટ્રોલ પર ટેક્સ બચાવી શકાશે નહીં અને તમામ બેનિફિટ્સને પગારનો ભાગ ગણવામાં આવશે. આવી સ્થિતિમાં, કુલ કરપાત્ર આવક પણ વધી જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને