Chargesheet filed against love-struck younker  wrong   7 days

નાશિક: નાશિક શહેરમાં ગેરકાયદે વસવાટ કરનારા આઠ બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે પકડી પાડ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી માહિતીને આધારે બુધવારે આડગાંવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કન્સ્ટ્રકશન સાઇટ પર રેઇડ પાડી હતી.

નાશિકના પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે જણાવ્યું હતું કે આઠ બાંગ્લાદેશી નાગરિકોની બુધવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની ઓળખ સુમાન કલામ ગાઝી, અબ્દુલ્લા અલીમ મંડલ, શાહીન મુફીઝુલ મંડલ, લાસેલ નૂરઅલી શાંતર, અસદ અર્શદઅલી મુલ્લા, આલીમ શૌખાન મંડલ, અલમીન અમીનૂર શેખ અને મોસીન મૌફીઝુલ મુલ્લા તરીકે થઇ હતી.

આ પણ વાંચો : નાશિકમાં કન્ટેઈનરે રિક્ષાને ટક્કર મારતા ત્રણનાં મોત

તેઓ ભારતમાં રોકાણ અંગેના યોગ્ય દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. આમાંના બે આરોપી પાસે આધાર કાર્ડ મળી આવ્યાં હતાં.

આરોપીઓમાંના સુમાન ગાઝીએ બાંગ્લાદેશના એક રહેવાસીની મદદથી 12 વર્ષ અગાઉ ભારતમાં ઘૂસણખોરી કરી હતી. ગાઝીને ઓળખતા અન્યો પણ બાદમાં ભારતમાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ આડગાંવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને