Supreme Court advisory fraudulent website akin  to the authoritative  website IMAGE BY INDIA TODAY

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહિલાના ભરણપોષણ અંગે મહત્વનો ચુકાદો (Supreme tribunal attraction of women) આપ્યો છે. એક કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલા છૂટાછેડા લીધા વિના પતિથી અલગ રહેતી હોય અને બીજા પુરુષ સાથે લગ્ન કર્યા હોય, તો બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મહિલા અને તેનો પહેલો પતિ પરસ્પર સંમતિથી અલગ થયા હોય, કાયદેસર છૂટાછેડા ન થયા હોવા છતાં બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવી શકે.

હાઈકોર્ટનો આદેશ પલટ્યો:

એક કેસમાં તેલંગાણા હાઈકોર્ટે CrPCની કલમ 125 હેઠળ મહિલાને તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ મળવાની અરજી ફલાવી દીધી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો મહિલાએ તેના પહેલા પતિ સાથે કાયદેસર રીતે લગ્ન તોડ્યા નથી. હવે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ મહિલાની અપીલ સ્વીકારી લીધી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી.

કોર્ટે કહ્યું, ‘એ યાદ રાખવું જોઈએ કે CrPC ની કલમ 125 હેઠળ ભરણપોષણનો અધિકાર પત્નીને આપવામાં આવતો લાભ નથી પરંતુ પતિની કાનૂની અને નૈતિક જવાબદારી છે.’

શું હતો કેસ?

અપીલ કરનાર મહિલાએ પહેલા પતિને ઔપચારિક રીતે છૂટાછેડા આપ્યા વિના બીજા પુરુષ (પ્રતિવાદી) સાથે લગ્ન કર્યા હતા. પ્રતિવાદીને મહિલાના પહેલા લગ્નની જાણ હતી. બંને સાથે રહેતા હતા અને તેમને એક બાળક પણ હતું, પરંતુ કેટલાક મતભેદોને કારણે તેઓ પણ અલગ થઈ ગયા. બાદમાં મહિલાએ CrPC ની કલમ 125 હેઠળ ભરણપોષણની માંગણી કરી હતી, જેને ફેમિલી કોર્ટે સ્વીકારી લીધી હતી.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદોઃ UAPA અંતર્ગત સરકાર કોઈ પણ વ્યક્તિને આતંકી જાહેર કરી શકે નહીં

બાદમાં, હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો કારણ કે મહિલાના પહેલા લગ્ન કાયદેસર રીતે સમાપ્ત ના હતાં થયા. પ્રતિવાદીએ દલીલ કરીકે કે મહિલાને તેની પત્ની માની શકાય નહીં કારણ કે મહિલાએ તેના પહેલા પતિ સાથેના લગ્ન કાયદેસર રીતે સમાપ્ત કર્યા નથી.

સુપ્રીમ કોર્ટનો આદેશ:

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે જ્યારે પ્રતિવાદી (બીજો પતિ)ને મહિલાના પહેલા લગ્નની જાણ હતી. આવી સ્થિતિમાં, મહિલાના પહેલા લગ્ન કાયદેસર રીતે સમાપ્ત થયા નથી એ કરાણ આપીને ભરણપોષણ ચૂકવવાનો ઇનકાર ન કરી શકે.

કોર્ટે બે મુદ્દાઓ પર ભાર મૂક્યો, કોર્ટે કહ્યું, ‘પહેલી, પ્રતિવાદીનો કેસ એવો નથી કે તેનાથી સત્ય છુપાવવામાં આવ્યું હતું. બીજું, અપીલકર્તાએ પહેલા પતિથી અલગ થવા માટે આ કોર્ટ સમક્ષ એક MoU રજૂ કર્યો છે. આ છૂટાછેડાનો કાયદાકીય પુરાવો નથી, પરંતુ આ અન્ય પુરાવા સ્પષ્ટ કરે છે કે બંને પક્ષોએ સંબંધનો અંત લાવી દીધો છે અને અલગ રહી રહ્યા છે. અપીલકર્તા પહેલા પતિ પાસેથી ભરણપોષણ માંગી રહી નથી. તેને તે લગ્નમાંથી કોઈ અધિકાર મળી રહ્યો નથી.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને