Pusha-2 The Rule, YJHD container  bureau   collections

જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં રીલિઝ થયેલી ચાર ફિલ્મોએ દર્શકોને નિરાશ કર્યા છે અને રામ ચરણની ગેમ ચેન્જર સિવાય એક પણ ફિલ્મ ખાસ કઈ કમાણી કરી શકી નથી. હવે સૌ કોઈને આવનારા શુક્રવારે રીલિઝ થનારી અક્ષય કુમાર અને વીર પહાડીયાની સ્કાય ફોર્સની પ્રતીક્ષા છે.

જોકે 5મી ડિસેમ્બર, 2024 બાદ ઘણી ફિલ્મો આવી ને ગઈ પણ એક ફિલ્મ છે જેણે થિયેટરો પર અડિંગો જમાવીને બેઠી છે. અલ્લુ અર્જુનની પુષ્પા-2 ધ રૂલ 48 દિવસથી થિયેટોરમાં છે અને હજુયે કમાણી કરી રહી છે. જોકે હવે આંકડાઓ ઘણા ઓછા થયા છે, પરંતુ આટલા લાંબા સમય માટે થિયેટરોમાં ટકી રહેવાનો રેકોર્ડ પર અલ્લુની ફિલ્મે જ કર્યો છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાનની બે બ્લોકબસ્ટર ફિલ્મો જેટલી ‘પુષ્પા 2’ની કમાણી, જાણો આંકડા

કમાણીની વાત કરીએ તો પુષ્પાએ 48માં દિવસે એટલે કે મંગળવારે રૂ. 55 લાખની કમાણી કરી હતી અને સોમવારે રૂ. 65 લાખની કમાણી કરી હતી. પુષ્પાની કુલ કમાણીનો આંકડો રૂ. 1240 કરોડ પર પહોંચ્યો છે.

બીજી બાજુ રણબીરની ફિલ્મ યે જવાની હૈ દિવાનીએ રીલિઝ ફિલ્મોની કમાણીનો રેકેર્ડો કર્યો છે. ફિલ્મ 17 દિવસ થિયેટોરમાં ચાલી છે અને રૂ. 20 કરોડ જેવી કમાણી કરી છે જે કંગનાની ઈમરજન્સી, અજય દેવગનની આઝાદ કે સોનૂ સુદની ફતેહ કરતા વધારે છે. 2013માં ફિલ્મે કુલ કમાણી 190 કરોડની કરી હતી, જેમાં હવે 20 કરોડ ઉમેરાતા ફિલ્મ 200 કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે. રૂ. 45 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે રીતિકની ડેબ્યુ ફિલ્મ કહોના પ્યાર હૈની રી-રિલિઝ ઈન્કમને પાછળ છોડી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને