First ICC trophy of this twelvemonth  successful  the sanction  of India; Indian squad  becomes champion   by winning 7  consecutive matches

મુંબઈ: ભારતને આ વર્ષની પહેલી ICC ટ્રોફી મળી છે. ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 (ICC Under-19 Women T20 satellite cup) ની ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. મલેશિયાના કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ સ્ટેડીયમમાં રમાયેલા ફાઈનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત મેળવીને સતત બીજી વખત આ ટાઈટલ જીત્યું છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું. ખાસ વાત એ છે કે ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં રમાયેલી તમામ મેચમાં જીત મેળવી, ફાઈનલ જીતીને ટીમ અજેય રહી.

સતત બીજી વખત ચેમ્પિયન:
ભારતે 2023માં શેફાલી વર્માની કેપ્ટનશીપ હેઠળ આ ટુર્નામેન્ટમાં જીતી હતી, હવે તેના પછી તરત જ બીજી સીઝનમાં એટલે કે 2025માં, ભારત નિક્કી પ્રસાદની કેપ્ટનશીપ હેઠળ ફરીથી ચેમ્પિયન બન્યું છે. ICC ઇતિહાસમાં પહેલી વાર ભારતે ટાઈટલ ડિફેન્ડ કરવા સફળ રહ્યું છે.

ગોંગડી ત્રિશાએ આ જીત માટે મહત્વની ભૂમિકા ભજવી, તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે ફાઇનલની પ્લેયર ઓફ ધ મેચ સાથે સાથે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો.

First ICC trophy of this twelvemonth  successful  the sanction  of India; Indian squad  becomes champion   by winning 7  consecutive matches

આફ્રિકા 82માં ઓલઆઉટ:
ફાઇનલમાં પહેલા બેટિંગ કરતા આફ્રિકાએ 82 રન બનાવ્યા હતા. વુર્સ્ટે સૌથી વધુ રન બનાવ્યા, તેણે 18 બોલમાં 23 રનની ઇનીગ રમી. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતાં. જ્યારે ઓપનર જેમ્મા બોથા 16 રન બનાવીને આઉટ થઈ. ભારત તરફથી ત્રિશાએ 3 વિકેટ લીધી. પારુણિકા અને આયુષી શુક્લાએ 2-2 વિકેટ લીધી. વૈષ્ણવીએ પણ 2 વિકેટ લીધી.

આ પણ વાંચો : આજે ભારતને મળી શકે છે આ વર્ષની પહેલી ICC ટ્રોફી? દક્ષિણ આફ્રિકા સામે ફાઈનલ મેચ

ભારતનો શાનદાર રનચેઝ:
ભારતને જીતવા માટે 83 રનનો ટાર્ગેટ મળ્યો, ભારતીય ટીમે 11.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 84 બનાવી મેચ જીતી લીધી. ભારતના ઓપનિંગ બેટ્સમેન જી. કમાલિનીએ માત્ર 8 રન જ બનાવી શકી, ત્યાર બાદ, ગોંગડી ત્રિશાએ 33 બોલમાં 8 ચોગ્ગાની ફટકારીને 44 રન બનાવ્યા, જ્યારે સાનિકા ચાલકેએ 22 બોલમાં અણનમ 26 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો.

ફાઇનલ મેચમાં, ભારતીય મહિલા ટીમની બોલિંગ શાનદાર રહી. દક્ષિણ આફ્રિકાની ટીમના ચાર બેટર શૂન્ય પર આઉટ થયા, જ્યારે સાત બેટર 10 રનનો આંકડડો પણ પાર ન કરી શક્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને