નરસિંહપુરઃ મધ્યપ્રદેશ સરકાર રાજ્યના ૧૭ ધાર્મિક સ્થળોએ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકશે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન મોહન યાદવે જણાવ્યું હતું. આ જાહેરાત મુખ્ય પ્રધાને તાજેતરમાં નરસિંહપુર જિલ્લામાં એક કાર્યક્રમમાં કરી હતી.
આ પણ વાંચો : મોદીના નેતૃત્વમાં ભારતે અભૂતપૂર્વ વિકાસ જોયો: ધનખડે સરકાર માટે કરી મોટી વાત
યાદવે જણાવ્યું કે દારૂના સેવનની ખરાબ અસરોથી દરેક વ્યક્તિ વાકેફ છે. અમે નથી ઇચ્છતા કે આપણા યુવાનો ગેરમાર્ગે દોરાય કારણ કે તેઓ દેશનું ભવિષ્ય છે. મધ્યપ્રદેશ સરકાર ૧૭ ધાર્મિક સ્થળોએ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકશે.
આ પણ વાંચો : દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ એક્સાઇઝ વિભાગે 20,000 દારૂની બોટલ કરી જપ્ત
તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં જ્યાં પણ ભગવાન કૃષ્ણ અને ભગવાન રામે તેમના ચરણ મૂક્યા છે ત્યાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ગયા વર્ષે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્ય સરકાર ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલા સ્થળોને તીર્થસ્થળ તરીકે વિકસાવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને