![Mumbai Police postulation advisory for Maharashtra CM oath ceremony](https://bombaysamachar.com/wp-content/uploads/2024/12/maharashtra-cm-oath-traffic-advisory.webp)
મુંબઈઃ ઐરોલી બાજુએ ગર્ડર લોન્ચિંગનું કામ ચાલુ હોવાથી ૧૧ ફેબ્રુઆરી સુધી મુલુંડ-ઐરોલી બ્રિજ પર દરરોજ રાતના ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી ટ્રાફિક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. નવી મુંબઈ પોલીસે એક સત્તાવાર જાહેરનામું જારી કરીને વાહનચાલકોને એ સમય દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.
જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને પ્રોજેક્ટના અમલને સરળ બનાવવા માટે નવી મુંબઈ પોલીસે મોટર વેહિકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ટ્રાફિક નિયંત્રણો લાદ્યા છે. ટ્રાફિક નિયંત્રણોને કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
Also read: મુંબઈ પોલીસે કબજે કર્યા સૈફના બ્લડ સેમ્પલ અને કપડાં
બેલાપુરથી થાણે જનારા વાહનચાલકોએ ફાયરબ્રિગેડ રોડ અને શ્રી રામ વિદ્યાલય નજીકના બ્રિજને ટાળીને સેક્ટર ૧,૨ અને ૩ થઇને આંતરિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને