Which injection did Kohli instrumentality     that volition  support  him retired  of the Ranji lucifer  against Saurashtra? representation root - The Indian Express

નાગપુર: બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી ઇંગ્લૅન્ડ સામે શરૂ થયેલી સિરીઝની પ્રથમ વન-ડેમાં નથી રમી રહ્યો એનું કારણ એ છે કે તેને ગોઠણમાં ઈજા થઈ છે.

જાન્યુઆરી વિરાટને ગરદનમાં દુખાવો હોવાથી તે રણજી ટ્રોફીની સૌરાષ્ટ્ર સામેની મૅચમાં નહોતો રમ્યો. ત્યાર બાદ તે રેલ્વે સામેની રણજી મેચમાં રમ્યો હતો પરંતુ ફક્ત 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. એ જોતાં વિરાટને હાલમાં નબળું ફોર્મ અને ઈજાઓ ખૂબ નડે છે.

બેથી ત્રણ રેકૉર્ડ વિરાટ કોહલીની રાહ જોઈ રહ્યા છે. તે આ મૅચ રમવાનો જ હતો અને ગઈ કાલ બપોર સુધી તેણે ભરપૂર પ્રેક્ટિસ કરી હતી. જોકે ગઈ કાલે સાંજે તેને પ્રેક્ટિસ દરમિયાન જમણા ઘૂંટણમાં થઈ હતી અને તેણે ન રમવાનો નિર્ણય લીધો હતો.

તેની ગેરહાજરીમાં યશસ્વી જયસ્વાલને વન-ડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળી ગયો છે.

આ પણ વાંચો : IND vs ENG 1st ODI: ઈંગ્લેન્ડે ટોસ જીતીને આ નિર્ણય કર્યો, વિરાટ કોહલી બહાર, આ બે ખેલાડી ડેબ્યૂ કરશે

વિરાટને વન-ડે ક્રિકેટમાં 14,000 રન પૂરા કરવા માટે ફક્ત 94 રનની જરૂર છે. 14,000 રન પૂરા કરી ચૂકેલા માત્ર બે બૅટર સચિન અને સંગકારા કરતાં પણ વધુ ઝડપે આટલા રનની સિદ્ધિ હાંસલ કરવાની વિરાટને તક છે. તે આ સિદ્ધિ આજે જ મેળવી શક્યો હોત, પરંતુ ઈજાગ્રસ્ત થવાને કારણે હવે તેણે થોડી રાહ જોવી પડશે.

વિરાટના સ્થાને ડેબ્યૂ કરનાર યશસ્વીની સાથે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પણ વન-ડેમાં કરીઅર શરૂ કરવાનો મોકો મળ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને