![Election Commission's effect connected irregularities successful elector list](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/Election-Commissions-response-on-irregularities.webp)
નવી દિલ્હી: આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં NCP-શરદ પવારના નેતા સુપ્રિયા સુલે અને શિવસેના (UBT)ના નેતાઓ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. ત્રણેય નેતાઓએ મહારાષ્ટ્ર વિધાસભા ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાં ગંભીર ગેરરીતિઓ (Maharashtra predetermination irregularities) થઇ હોવાના આરોપ લગાવ્યા. ચૂંટણી પંચે આ આરોપો અંગે નિવેદન જાહેર કર્યું છે
ચૂંટણી પંચે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યા રાજ્યની કુલ વસ્તી કરતા વધુ હોવાના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો સંપૂર્ણ તથ્યો સાથે લેખિતમાં જવાબ આપશે.
ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “ભારતીય ચૂંટણી પંચ (ECI) રાજકીય પક્ષોને પ્રાથમિકતા આપે છે, જોકે મતદારો સર્વોપરી છે. અમે રાજકીય પક્ષો તરફથી આવતા મંતવ્યો, સૂચનો, પ્રશ્નોને મહત્વ આપીએ છીએ. આયોગ યોગ્ય તથ્યપૂર્ણ અને પ્રક્રિયાને અનુસરીને લેખિતમાં જવાબ આપશે.”
ECI considers governmental parties,as precedence stakeholders,of people the voters being the premier & profoundly values views, suggestions, questions coming from governmental parties. Commission would respond successful penning with afloat factual &procedural matrix uniformly adopted crossed the country
— Election Commission of India (@ECISVEEP) February 7, 2025રાહુલ ગાંધીને આરોપ:
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું, “મહારાષ્ટ્ર સરકારના મતે રાજ્યમાં 9.54 કરોડ પુખ્ત વયના લોકો છે. ચૂંટણી પંચના મતે મહારાષ્ટ્રમાં 9.7 કરોડ મતદારો છે. આનો અર્થ એ છે કે કમિશન જનતાને કહી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં પુખ્ત વયની વસ્તી કરતા વધુ મતદારો છે. આ કેવી રીતે શક્ય બની શકે?”
આ પણ વાંચો…મહાકુંભઃ આજથી 13 અખાડા લેશે વિદાય, પોતાની ધ્વજાઓ નીચે ઉતારવાનું કર્યું શરુ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પાસે મહારાષ્ટ્રની મતદાર યાદી માંગી. તેમણે પૂછ્યું કે ચૂંટણી પંચ અમને યાદી કેમ નથી આપી રહ્યું. અમને મતદાર યાદીની સંપૂર્ણ માહિતી જોઈએ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને