નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને શનિવારે બજેટ(Budget 2025)રજૂ કર્યું હતું. જેમાં 50,65,345 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ ખર્ચનો અંદાજ ચાલુ નાણાકીય વર્ષ કરતાં 7.4 ટકા વધુ છે. જેમાં વિદેશ મંત્રાલય એ વિદેશી દેશોને સહાય માટે રૂપિયા 5483 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જે ગત વર્ષના સુધારેલા અંદાજ રૂપિયા 5806 કરોડ કરતા ઓછા છે. જ્યારે વિદેશ મંત્રાલયનું કુલ બજેટ 20,516 કરોડ રૂપિયા છે. જેમાં ભારતે માલદીવને સહાય વધારી છે તેમજ અફઘાનિસ્તાનની સહાયમાં ઘટાડો કર્યો છે.
Also work : Income Tax માં કરમુકિતથી આટલા કરદાતાઓને ફાયદો,13 લાખની આવક પર ચૂકવવો પડશે આટલો ટેક્સ…
ભૂતાનને 2,150 કરોડ રૂપિયાની ફાળવણી
જેમાં ભારત 2025-26માં ભૂતાનને 2,150 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે ગયા વર્ષના 2,068 કરોડ રૂપિયાના ફાળવણી કરતાં વધુ છે. ભારત ભૂતાનનો પ્રાથમિક વિકાસ ભાગીદાર છે. જે માળખાગત સુવિધાઓ, જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અને આર્થિક સહયોગ માટે ધિરાણ પૂરું પાડે છે.
ભારતે માલદીવની સહાય વધારી
માલદીવને ભારતને 400 કરોડ રૂપિયાથી વધારીને 600 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝોના ચૂંટણી વિજય બાદ ચીન તરફી વલણને કારણે તણાવને કારણે માલદીવ નવી દિલ્હી સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Also work : બજેટ બાદ વિપક્ષોએ નાણા પ્રધાનને ઘેર્યા, અખિલેશ યાદવને બજેટમાં કુંભની યાદ આવી…
અફઘાનિસ્તાનને અપાતી સહાયમાં ઘટાડો
જયારે ભારતે અફઘાનિસ્તાનને અપાતી સહાયમાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે અફઘાનિસ્તાનને 200 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી, જે 2025-26માં ઘટાડીને 100 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ બે વર્ષ પહેલાં આપવામાં આવેલા 207 કરોડ રૂપિયા કરતાં ઘણું ઓછું છે. ભારત તાલિબાન સરકાર સાથેના વ્યવહારમાં સાવધ રહ્યું છે અને તેણે માનવતાવાદી સહાય અને આર્થિક સહયોગ મર્યાદિત રાખી છે.
મ્યાનમારને 350 કરોડની સહાય
મ્યાનમારને અપાતી સહાય 250 કરોડ રૂપિયાથી વધારીને 2025-26 માટે 350 કરોડ રૂપિયા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ભારત-મ્યાનમાર સરહદ પર લોકોની અવરજવર માટેના નિયમો કડક કર્યા છે. નવા નિયમો અનુસાર, ફ્રી મૂવમેન્ટ રેજીમ(FMR)હેઠળ બંને બાજુ 16 કિમીથી 10 કિમી સુધીની હિલચાલ પ્રતિબંધિત છે.
Also work : Budget 2025: ભારત વૈશ્વિક પર્યટન કેન્દ્ર બનશે; બજેટમાં સરકારે મોટી જાહેરાત
શ્રીલંકાને 300 કરોડ રૂપિયાની ફાળવણી
ભારતે નેપાળ માટે રૂપિયા 700 કરોડની ફાળવણી જાળવી રાખી છે. કટોકટીગ્રસ્ત પાડોશી શ્રીલંકા માટે ફાળવણી 245 કરોડ રૂપિયાથી વધારીને 300 કરોડ રૂપિયા કરવામાં આવી છે કારણ કે દેશ આર્થિક મંદીમાંથી બહાર આવી રહ્યો છે. ગયા વર્ષે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી મતભેદો વચ્ચે ઢાકાને આપવામાં આવેલી સહાયની રકમ 120 કરોડ રૂપિયા પર યથાવત છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને