Ahmedabad News: ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. જેમાં સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભવિત અસરના ભાગરૂપે માવઠાની (unseasonal rain) આગાહી કરવામાં આવી હતી. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (western disturbance) નબળું પડતાં કમોસમી વરસાદનો પહેલાં જેટલો અપેક્ષિત ખતરો ટળ્યો છે. બીજી તરફ હવામાન નિષ્ણાતો (weather experts) દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી પાંચ-છ દિવસ સુધી હવામાન સૂકું રહેશે. આ દરમિયાન લધુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. આ સમયગાળા દરમિયાન હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં હવામાન વિભાગે 2જી અને 3જી ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી હતી પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડતા હવે વરસાદનું મોટુ સંકટ ટળ્યું છે.
આ પણ વાંચો : મહાકુંભમાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત
બીજી તરફ હવામાન નિષ્ણાતોએ આગામી 3, 4 અને 5 ફેબ્રુઆરીએ માવઠું થવાની શક્યતા દર્શાવી છે.
રાજ્યમાં કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, કેશોદમાં 13 ડિગ્રી, પાલનપુરમાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, વલસાડમાં 18 ડિગ્રી, દ્વારકામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને