11 caller   faces successful  BJP's archetypal  list, but mostly   tickets for leaders' families

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો શનિવારે અંતિમ દિવસ હતો. ભાજપને આ વખતે પહેલાંથી જ ઘણી પાલિકામાં બળવાનો ડર હોવાથી ઉમેદવારોને ફોન કરીને જાણ કરી હતી. જોકે તેમ છતાં કેટલીક જગ્યાએ ભાજપમાં અસંતોષ જોવા મળ્યો હતો.

જામજોધપુરમાં ભાજપમાંથી 5 ટર્મથી ચૂંટાતા સભ્યને ટિકિટ ન મળતાં અપક્ષમાંથી ફોર્મ ભર્યું

જામનગરની જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપના વધુ એક આગેવાને બળવો કર્યો હતો. જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનુ સામે આવ્યું છે. જામજોધપુર માર્કેટિંગ યાર્ડના સભ્ય તેમજ છેલ્લી 5 ટર્મથી નગરપાલિકામાં સભ્ય રહી ચૂકેલા આગેવાનની ટિકિટ કપાતા નારાજગી દર્શાવી હતી. રાજેન્દ્રકુમાર કાલરીયાએ કહ્યું કે, કોઈ કારણ વિના ભાજપની ચંડાળ ચોકડી એવી નેતાગીરીએ મારી ટીકીટ કાપી છે. જામજોધપુરના વોર્ડ નં.3 માં અપક્ષ ઉમેદવાર તરીકે રાજેન્દ્રકુમારએ ભર્યું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

જૂનાગઢમાં ટિકિટ ન મળતાં મહિલા પ્રમુખે રાજીનામું આપ્યું

જૂનાગઢમાં વોર્ડ નંબર 7ના મહિલા પ્રમુખ દિવ્યા સાવલાણીએ ટિકિટ ન મળતાં રાજીનામું આપ્યું હતું. તેમણે સિંધી સમાજની અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હોવાનું તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.

નવસારીમાં ભાજપમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી

નવસારીમાં બીલીમોરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપમાંથી ટિકીટ ન મળતા નારાજ કાર્યકર્તા, નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બીલીમોરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંધ્યાબેન પટેલે પણ નારાજગીને કારણે કૉંગ્રેસનો હાથ પકડ્યો હતો. વર્ષ 2013થી 2015 દરમિયાન બીલીમોરા પાલિકાના પ્રમુખ રહેલા સંધ્યાબેન પટેલે કૉંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપમાંથી છેડો ફાડી સંધ્યા પટેલે વોર્ડ નં. 7માંથી કૉંગ્રેસના મેંડેટ પર ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ભાજપમાંથી ટિકીટ ન મળતા અન્ય નારાજ કાર્યકરોએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ વાંચો : Gujarat Politics: અમરેલી ભાજપમાં વધુ એક ભડકો, યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભર્યું

અમરેલી ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભર્યું

અમરેલી ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભરતાં ચકચાર મચી ગઈ હતી. અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેનભાઈ પાડાના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભરતાં રાજકીય હડકંપ મચી ગયો છે. હિનાબેન હિરેનભાઈ પાડાએ લાઠીમાં વોર્ડ નં.૩ માટે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.

તાપી જિલ્લામાં સોનગઢ નગર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં મહિલા નેતાએ રાજીનામું આપ્યું હતું. અનિતાબેન અભયભાઈ પાટીલે ટિકિટ ન મળતાંજિલ્લા ભાજપ સંગઠનના મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ રેકોર્ડ બનાવવા ઈચ્છુક છે પરંતુ ટિકિટને લઈ થઈ રહેલો વિવાદ ભારે પડી શકે છે. હાલ ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન છે. ગુજરાતમાં પાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને