Union Budget 2025 league   begins with Economic Survey presumption    successful  Parliament

નવી દિલ્હી: ગઈ કાલે રજુ થયેલા બજેટમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમને (Nirmala Sitaraman) મધ્યમ વર્ગને મોટી ભેટ આપી હતી, હવે રૂ.12 લાખ સુધીને આવક પર ઇન્કમ ટેક્સ નહીં ચૂકવવો પડે. રવિવારે એક ઈન્ટરવ્યું દરમિયાન નિર્મલા સીતારમને કહ્યું કે ટેક્સ કટ કરવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંપૂર્ણપણે સમર્થન હતું, પરંતુ અધિકારીઓને મનાવવામાં સમય લાગ્યો.

Also work : સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું! બિહારની કોર્ટમાં ફરિયાદ દાખલ; જાણો શું છે મામલો

વડાપ્રધાન સ્પષ્ટ હતાં:
એક ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુંમાં નિર્મલા સીતારમને જણાવ્યું, “…વડાપ્રધાન ખૂબ જ સ્પષ્ટ હતા કે તેઓ કંઈક કરવા માંગે છે. બોર્ડને એ ખાતરી આપવા માટે વધુ કામ કરવાની જરૂર હતી કે કર વસૂલાતમાં કાર્યક્ષમતા આવશે અને કરદાતાઓનો પ્રામાણિક કર ચૂકવશે… આ મંત્રાલયનું કામ હતું, વડા પ્રધાનનું નહીં.”

નિર્મલા સીતારમને કહ્યું, “અમે મધ્યમ વર્ગનો અવાજ સાંભળ્યો છે. જેઓ પ્રામાણિક કરદાતા હોવા છતાં તેમની આકાંક્ષાઓ પૂર્ણ ન થવાની ફરિયાદ કરી રહ્યા હતા, તેમનો અવાજ સાંભળવામાં આવ્યો.

વડાપ્રધાન લોકોની વાત સંભાળે છે:
વડા પ્રધાન મોદીની પ્રસંશા કરતા નિર્મલા સીતારમને કહ્યું, “વડા પ્રધાન લોકોને મળે છે, તેમની સાથે વાત કરે છે, તેમનો અભિપ્રાય લે છે. જેમ તેઓ સૌથી વધુ વંચિત વર્ગો અથવા આદિવાસીઓ, ખાસ કરીને નબળા આદિવાસી જૂથો સાથે વાત કરે છે…વડાપ્રધાન બધા વર્ગોને સાંભળે છે. તેથી, મને આ સરકારનો ભાગ બનવાનો ખૂબ આનંદ છે, જે ખરેખર લોકોની અવાજ સાંભળે છે અને પ્રતિભાવ આપે છે.”

Also work : Budget-2025: 200 વંદે ભારત અને 100 અમૃત ભારત ટ્રેન નિર્માણના પ્રોજેક્ટને મંજૂરી

એક કરોડથી વધુ લોકોને ફાયદો:
સીતારમને જણાવ્યું, “ટેક્સ લીમીટ વધારીને 12 લાખ રૂપિયા કરવામાં આવતા, એક કરોડ વધુ લોકોને કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં, સરકારે આવકવેરાના દરોમાં ફેરફાર કરતા લોકોના હાથમાં પૂરતા પૈસા બચશે….”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને