!["Ahmedabad Crime Branch deports 15 Bangladeshi nationals implicit amerciable migration concerns."](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/ahmedabad-crime-branch-deportation.webp)
અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (ahmedabad transgression branch) દ્વારા મોટી કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓને (bangladeshi) ઝડપવામાં આવ્યા હતા. જેમાંથી 15 બાંગ્લાદેશીઓને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. બોગસ ડૉક્યુમેન્ટ્સ (bogus documents) રજૂ કરવા મામલે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હજી પણ બાકી રહેલા લોકોને પરત બાંગ્લાદેશ મોકલવા કાર્યવાહી કરવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓ ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા. આ અંગે ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.
Also read: મુંબઇમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર
Ahmedabad Crime Branch Cracks Down connected Anti-National Activities!
Successfully deported 15 immigrants to Bangladesh.
– Identified and arrested persons progressive successful trafficking insignificant girls for prostitution
– Busted a racket producing fake Indian documents for amerciable immigrants
-… pic.twitter.com/agkzS5gkHU
અમદાવાદમાં અહીં રહે છે સૌથી વધુ ગેરકાયદે બાંગ્લાદેશી
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધારે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા. આ લોકો પર સગીરાઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પણ આરોપ હતો. જોકે હવે બાકીના અન્ય ગેરકાયદે ઘૂણસખોરોને પણ તેમના દેશને સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને