દેવભૂમિ દ્વારકાઃ રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ગેરકાયદે દબાણો પર બુલ્ડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઉભા કરી દેવામાં આવેલા દબાણોને સંપૂર્ણપણ હટાવવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ 36 ગેરકાયદે દબાણ હટાવી સાત ટાપુઓને સંપૂર્ણ દબાણમુક્ત કર્યા હતા. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી.
સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશનમાં 8 દિવસમાં કુલ 525 દબાણો દૂર કરાયા હતા. 8 દિવસ ચાલેલા મેગા ડિમોલેશનમાં અનેક રહેણાક મકાનો સહિત, કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર બુલ્ડોઝર ફરી વળ્યું હતું. અંદાજે રૂપિયા 73.55 કરોડની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. તેની સાથે સાથે સાથે બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થળ તોડી પડાયા હતા અને બેટ દ્વારકામાં 2, આરંભડામાં 1 ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફર્યું હતું. દ્વારકા, બેટ દ્વારકા ઓખામાં આઠ દિવસ ચાલેલા મેગા ડિમોલેશન પૂર્ણ થયું હતું ,બેટ દ્વારકામાં અને ઓખામાં 4 જ્યારે દ્વારકામાં 2 અને આરંભડામાં 1 ધાર્મિક સ્થળો અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા હતા. 8 દિવસ ચાલેલા મેગા ડિમોલેશમાં 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. 8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોએ ખડેપગે ફરજ બજાવી હતી.
બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવી હતી.પાંચ દિવસના અંતે 26.332 ચો. મી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને