આપણે જ્યારે દવા લેવા જઇએ છીએ ત્યારે તેની ગુણવત્તા પર કંઇ ધ્યાન નથી આપતા, પણ આમ કરવું ખતરનાક બની શકે છે કારણ કે બજારમાં અનેક જાતની નકલી દવાઓ વેચાઇ રહી છે. આવા સમયે તમારે પણ દવાની ચોકસાઇ કરવી જરૂરી છે. દર વર્ષે લાખો લોકો નકલી કેડુપ્લીકેટ દવાઓને કારણે જીવ ગુમાવે છે. આજે અમે તમને દવા અસલી છે એ નકલી કે એ જાણવા માટેની રીત બતાવીશું.
જાણીતા નિષ્ણાતો કહે છે કે દવાની સ્ટ્રીપની પાછળ આપેલા ક્યુઆર કોડને સ્કેન કરવાની સલાહ આપે છે. તેઓ જણાવે છે કે આ ક્યુઆર કોડ દવાની પ્રમાણિકતા અને ગુણવત્તા નક્કી કરવામાં ઘણો મદદરૂપ છે.
ક્યુઆર કોડ શું છે?:-
ક્યુઆર કોડ એક બાર કોડ છે, જે તમારા મોબાઇલ ફોનનો કેમેરા સ્કેન કરે છે. એમાં દવા અંગે ઘણી માહિતી સામેલ હોય છે. તમે ક્યુઆર કોડ સ્કેન કરીને દવા બનાવનારી કંપનીનું નામ, દવાનો બેચ નંબર, ઉત્પાદન અને સમાપ્તિની તારીખ, દવાની અંદર રહેલા ઘટકો અને તેની અધિકૃતતા અંગેની સર્વ માહિતી જાણી શકો છે.
આપણ વાંચો: કેન્સરની દવા સસ્તી થશે, Gig Workers માટે થઈ આ જાહેરાત
ક્યુઆર કોડ સ્કેન કરવાના ફાયદાઃ-
1) નકલી દવાઓથી બચાવ
ક્યુઆર કોડ સ્કેન કરવાના ઘણા ફાયદા છે. તમે ક્યુઆર કોડ સ્કેન કરીને દવાની અસલિયતની ખાતરી કરી શકો છો. આ દવાનું ઉત્પાદન અધિકૃત કંપની દ્વારા જ કરવામાં આવ્યું છે કે નહીં એ પણ જાણી શકો છો.
2) દવાની સંપૂર્ણ માહિતી મળે છેઃ-
દવાના પેકેટ પર બહુ જ ઝીણા અક્ષરે બધી માહિતી લખવામાં આવી હોય છે, જે બધા માટે વાંચી શકવી શક્ય નથી, પણ ક્યુઆર કોડ સ્કેન કરીને તમે દવા વિશેની બધી માહિતી, તેનો ઉપયોગ, ડોઝ, સંભવિત આડઅસર વગેરે બધી માહિતી જાણી શકો છો.
3) બેચ નંબર જાણી શકો છોઃ-
ક્યુઆર કોડ સ્કેન કરીને તમે બેચ નંબર, ઉત્પાદનની તારીખ અને દવાની સમાપ્તીની તારીક જાણી શકાય છે. દવાની એક્સપાયરી ડેટ જાણવી જરૂરી છે. આ ઘણી ઉપયોગી માહિતી છે. તમે ખરાબ અને જૂની દવાઓથી બચી શકો છો.
4) હેલ્થ રેકોર્ડ ટ્રેક કરી શકાય છેઃ-
કેટલીક દવાના ક્યુઆર કોડ સ્કેન કરીને તમે તમારી મેડિકલ હિસ્ટ્રી પણ ટ્રેક કરી શકો છો.
નોંધનીય છs કે 2023 પછી ઉત્પાદિત દરેક દવાઓની સ્ટ્રીપ પર કે બોટલ કે ટ્યુબ પર ક્યુઆર કોડ હોવો ફરજિયાત છે. આ ક્યુઆર કોડ સ્કેન કરીને તમે મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને