ફોકસ – ઝુબૈદા વલિયાણી
(ગતાંકથી ચાલુ)
ઘરની મોભાદાર વ્યક્તિ જ્યારે દીકરીના `પિતા’ તરીકે પારંપારિક રૂઢિચુસ્ત સમાજમાં ઓળખાય છે ત્યારે તેની
આંખમાં દીકરીના ઊભરાતા પ્રેમની ભીનાશ દેખાય છે.
- સ્ત્રીના દરેક સંબંધ વિશિષ્ટ જ છે, પરંતુ દીકરી અને `પિતા’ના પ્રેમને શબ્દોથી વર્ણવી શકાતા નથી.
-જ્યારે કોઈ દર્દ થાય ત્યારે જેમ મા'ની યાદ આવે છે, તે જ રીતે કોઈ ઠોકર ખાતા કે ઠેસ વાગતાંપિતા’ની જ સ્મૃતિ થાય છે.
પિતાની વાણીની ગંભીરતા જાણી છે પરંતુ તેના મનની નરમાશ તો તેની દીકરીની વિદાય ટાણે પ્રસ્તુત થાય છે.
- દીકરી પિતાના કાળજાનો કટકો છે.
- દીકરી કેવા પણ સંજોગોમાં હશે… એક પિતા જ તેની જીવાદોરી જાણી શકશે અને બીજી બાજુ પરગજુ બની રહેલી,પારકા દેશમાં વસતી એ દીકરીનું ચિત્ત ભલે પિયુ પાસે હોય છતાં તેની નજરમાં
- માવતરની ચિંતા.
- તેના હોઠે પિતાની યાદોનું મંદ મંદ હાસ્ય જ છલકાતું રહે છે.
- જેમ સ્ત્રી સ્વરૂપ મા' વિના અધૂરુ છે તેજ પ્રમાણે દરેકપિતા’ની ઓળખ તેની પુત્રી વગર જાણે અધૂરી છે.
- જેમ કે દૃઢ વૈરાગી એવા નરસિંહ મહેતા પણ કુંવરબાઈ વિના અધૂરા હતા.
- દરેક `પિતા’ની દૃષ્ટિએ દીકરી વ્હાલનો દરિયો છે.
- શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે મહત્ત્વ ભક્તિયોગનું છે તેવું જ મહત્ત્વ જીવનગીતામાં દીકરી યોગનું છે.
મોતી મોંઘા મૂલનાં
તમે પૈસા પાછળ દોડો તો લોભિયા અને પૈસા બચાવો તો ચિંગૂસ અને ખર્ચા કરતા રહો તો ઉડાઉ. ઉપેક્ષા કરો તો આળસુ અને વ્યાજે મૂકો તો મૂડીવાદી અને ન મૂકો તો મૂર્ખ કહેવામાં દુનિયાને સહેજ પણ ખચકાટ થતો નથી તે સમજજો.
લગ્ન પછી ઘણી સ્ત્રીઓ ઘણી વસ્તુઓ બદલી નાખે છે તમે કહેશો કે શું?
પોતાના પતિની ટેવો-કુટેવો
પણ!
કેટલાકનાં નસીબ આડે માત્ર પાંદડું જ હોય છે જે ખસેડી શકાય, પણ કેટલાકના નસીબ આડે તો તો આખું ઝાડ હોય છે!
સ્ત્રીને ખુશ કરવી છે? બે ટિપ્સ આપું:
1- તેના ખુદનાં વખાણ કરો
2- અથવા બીજી સ્ત્રીની નિંદા કરો.
પહેલાં માણસમાત્ર રોગથી કે રોગના નિદાન ન થવાથી મૃત્યુ પામતો.
આજે… દવાના અતિરેકથી!
પહેલાંના જમાનામાં વીરો, શહીદવીરો પૂજાતા…
અને આજે… હીરો!
પુરુષો હંમેશાં ઘરમાં હોટેલ જેવી ચા અને જમવાનું અને હોટેલમાં…? ઘર જેવુંસ્તો!
તમે ખાસ ધ્યાનથી જોશો તો મહિલા કૉલેજનો ચોકીદાર વૃદ્ધ જ હશે…!
કેમ?… જુવાન ન રખાય!?
વિદ્યાર્થીઓમાં વધુ પ્રિય થનાર શિક્ષક કદાચ શિક્ષકગણમાં અપ્રિય હોય એવું પણ બને!
માત્ર વધુ ખાવાથી નહીં- ખાતા જોવાથી પણ પેટમાં દુ:ખી શકે છે. જમણા હાથથી દાન કરો તો ડાબા હાથને પણ ખબર ન પડે તેમ કરો… એવું કહેનારા જ નામની તકતીઓ લગાડવાનો આગ્રહ રાખતા હોય છે.પથ્થરની લકીર મનની મક્કમતા, વિચારોની દૃઢતા અને વ્યવહારની ચોકસાઈથી માનવીનું મૂલ્ય અંકાય છે!
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને