મુંબઈ: ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી ઉથલપાથલ (Indian Stock Market) ચાલી રહી છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરીફ લગાવવાનો નિર્ણય હાલ પુરતો મુલતવી રાખતા બજારમાં રોનક આવે એવા સંકેતો દેખાયા હતાં. આજે ગુરુવારે સવારે બંને મુખ્ય ઇનેક્સ BSE SENSEX અને NSE NIFTY ગ્રીન સિગ્નલમાં ખુલ્યા હતાં. પરંતુ ટૂંક સમયમાં જ બંને ઇન્ડેક્સ પછડાયા હતાં. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ હાલ ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા છે. ગઈ કાલે 5 ફેબ્રુઆરીના રોજ પણ બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આજે પણ રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે.
આજે શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 280.38 પોઈન્ટ ઉછાળીને 78,551.66 પર પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 77.25 પોઈન્ટના વધારા સાથે 23,773.55 પર પહોંચ્યો હતો. જોકે, ત્યાર બાદ ઘટાડો થવાની શરૂઆત થઇ, સેન્સેક્સ 126.78 પોઈન્ટ ઘટીને 78,141.80 પર પર આવી ગયો, જ્યારે નિફ્ટી 42.85 પોઈન્ટ ઘટીને 23,653.45 પર આવી ગયો.
BSEના વધતા ઘટતા શેર્સ:
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, ટાટા સ્ટીલ, આઇટીસી, એનટીપીસી, ભારતી એરટેલ, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકના શેરમાં સૌથી વધુ ઘટડો નોંધાયો છે. પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં ઉછાળો નોંધાયો છે.
Swiggyનો શેર પટકાયો:
ઓનલાઈન ફૂડ ડીલીવરી કંપની સ્વિગીના શેરમાં ભારે મોટો ઘટાડો નોંધાયો છે. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ કંપનીના શેર પટકાયા હતાં, સ્વિગીના શેર 52 વિક લો પર પહોંચી ગયા. ગુરુવારે, BSE પર સ્વિગીનો શેર 7.40 ટકાના ભારે ઘટાડા સાથે રૂ. 387.00 પર પહોંચી ગયો હતો, ત્યાર બાદ શેરમાં થોડી રિકવરી આવી હતી અને સવારે 9.52 વાગ્યે શેર 402.80 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો…ઘા પર ટાંકા લગાવવાને બદલે ફેવિક્વિક લગાવી દીધી! કર્ણાટકમાં નર્સની ઘોર બેદરકારી
વૈશ્વિક બજારો:
એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી અને હોંગકોંગના હેંગ સેંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બુધવારે યુએસ બજારો પોઝીટીવ ટ્રેડ સાથે બંધ થયા. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.12 ટકા વધીને USD 74.70 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને