વોશિંગ્ટન ડી સી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડા, ચીન અને મેક્સિકોની પ્રોડક્ટ્સ પર ટેરીફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે, આ વખતે ટ્રમ્પની નજર પાનામા કેનાલ (US President Trump connected Canal) પર છે. ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કાર્યવાહીના સંકેત આપતા કહ્યું કે ટૂંક સમયમાં કંઈક ખૂબ જ મોટું બનવાનું છે. તેમણે પનામા કેનાલ પર ચીનના વધી રહેલા પ્રભાવ અને નિયંત્રણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
Also work : Donald Trump એ બ્રિક્સ દેશોને આપી મોટી ચેતવણી, કહ્યું તો 100 ટકા ડ્યુટી લાદશે
પનામા કેનાલ અમેરિકા દ્વારા બનવવામાં આવી હતી, જેને 1914માં ખુલી મુકવામાં આવી હતી. જેમાં બાર્બાડોસ, જમૈકા અને અન્ય કેરેબિયન સ્થળોએ રહેતા હજારો આફ્રિકન મૂળના શ્રમિકોનો ભોગ લેવાયો હતો. 1999 માં તત્કાલિન યુએસ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે કેનાલનો કંટ્રોલ પનામાને સોંપ્યો હતો.
ટ્રમ્પની ધમકી:
ડોનાલ્ડ ટ્રમ્પે પનામા કેનાલને આધુનિક “વિશ્વની અજાયબી” ગણાવી ચુક્યા છે. 20 જાન્યુઆરીના રોજ શપથ લીધા બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાનામા કેનાલનો કન્ટ્રોલ યુએસના હાથમાં લેવાની ધમકી આપી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે ચીન કેનાલ પર પ્રભાવ જામવીને બેઠું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને નથી લાગતું કે સેના મોકલવાની જરૂર પડશે, પરંતુ પનામાએ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને યુનાઇટેડ સ્ટેટ્સ કેનાલ પરત લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું, “પનામા કેનાલ ચીન ચલાવી રહ્યું છે… કેનાલ ચીનને આપવામાં આવી ન હતી…પાનામાએ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને અમે કેનાલ પાછી લઈશું અથવા કંઈક મોટી કાર્યવાહી કરીશું.”
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ રવિવારે પનામા સામે કાર્યવાહી કરવાની ધમકી આપી હતી, અને પાનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોને ચેતવણી આપી હતી કે જો જળમાર્ગ પર ચીનના પ્રભાવ અને નિયંત્રણને સમાપ્ત કરવા માટે તાત્કાલિક પગલાં નહીં ભરે તો વોશિંગ્ટન “જરૂરી પગલાં લેશે”.
Also work : …તો અમેરિકા ભારત સહીત BRICS દેશો પર 100% ટેરિફ લગાવશે! ટ્રમ્પે કેમ આપી આવી ધમકી
જોકે, પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ અમેરિકાની ધમકીથી ડરતા નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને