Girnar aarohan and avrohan spardha held successful  Junagadh

જૂનાગઢ: જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા માટે 17મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના 20 રાજ્યોના 570 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ઉત્તર પ્રદેશના સ્પર્ધકોએ બાજી મારીને ઈનામ જીત્યા હતા. સ્પર્ધા માટે વહીવટી તંત્ર દ્વારા આજના દિવસે ગિરનાર પર્વતના પગથિયા ઉપર યાત્રાળુઓને જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

આ પણ વાંચો: માઉન્ટ એવરેસ્ટનું બે વાર આરોહણ કરનાર પ્રથમ મહિલા સંતોષ યાદવ

ઉત્તર પ્રદેશના સ્પર્ધકોએ જીત્યા ખિતાબ

સ્પર્ધામાં સિનિયર બહેનોમાં 32.34 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘ પ્રથમ ક્રમે રહી હતી. સિનિયર ભાઈઓમાં 53.28 મિનિટ સાથે પ્રથમ ક્રમે ઉતરાખંડના દિગંબર સીંઘ, જુનિયર બહેનોની કેટેગરીમાં 33.40 મિનિટના સમય સાથે પ્રથમ ક્રમે વારાણસીની રંજના યાદવ અને જુનિયર ભાઈઓમાં 56.41 મીનીટના સમય સાથે પ્રથમ ક્રમે ઉતરપ્રદેશ ના બબલુભાઈ સીસોદિયા રહ્યા હતા.

ગુજરાતના ચાર સ્પર્ધકો ટોપ 10માં

સીનીયર બહેનોમાં ઉતરાખંડના મીનાક્ષી નેગીએ 33.55 મીનીટ સાથે બીજા ક્રમે , ત્રીજા ક્રમે ઉતરાખંડના નીધી નેગી ૩34.19 મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના નીષાદ લલીતકુમાર 54.44 મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના વાધેલા શૈલેષ મનસુખભાઈ એ 55.07 મીનીટના સમય સાથે, જુનીયર બહેનોમાં બીજા ક્રમે ગુજરાતના ગરચર દીપાલી 35.10 મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના કામરીયા જયશ્રી 35.45 મીનીટના સમય સાથે, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે હરિયાણાના હરીકેષ 58.43 મીનીટ સાથે , ત્રીજા ક્રમે બિહારના શશી રાજ 1 કલાક 31 સેકન્ડ ના સમય સાથે ગિરનાર સર કર્યો હતો.

પ્રથમ ક્રમના વિજેતાને 1 લાખનો પુરસ્કાર

સનાતનન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં વિજેતાઓને પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા. અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનોની કુલ -4 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્ય સરકાર દ્વારા રૂ. 1 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત ઉક્ત ચારેય કેટેગરીમાં ટોપ -10માં સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને કુલ રૂ.19 લાખના પુરસ્કાર વિતરીત કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને