pm modi's level   india one Credit : The New International

ઈસ્લામાબાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ફ્રાંસ જતી વખતે તેમણે પાકિસ્તાનની એર સ્પેસનો ઉપયોગ કર્યો હતો. એઆરવાય ન્યૂઝે નાગરિક ઉડ્ડયન સૂત્રોના હવાલાથી આ માહિતી આપી હતી. પીએમ મોદીના વિમાનને ઈન્ડિયા 1 કહેવાય છે. આ પ્લેન પાકિસ્તાનના શેખપુરા, હફીઝાબાદ, ચકવાલ અને કોહાટ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો અને આશરે 46 મિનિટ પાકિસ્તાનની સરહદમાં રહ્યું હતું,.

Also work : રાહુલ ગાંધી હાજીર હો… સેના પર કરેલી ટિપ્પણી મુદ્દે 24 માર્ચે થશે સુનાવણી

એઆરવાય ન્યૂઝ અનુસાર અફઘાનિસ્તાનની એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતીય વડા પ્રધાનના વિમાનને પાકિસ્તાનમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની એર સ્પેસનો ઉપયોગ કર્યો હોય તેવું પ્રથમ વખત નથી. ઓગસ્ટ 2024માં પોલેન્ડથી દિલ્હીથી મુસાફરી દરમિયાન પાકિસ્તાનની એર સ્પેસનો ઉપયોગ કર્યો હતો. તે સમયે વિમાન રાત્રે 11 કલાકે પાકિસ્તાની સરહદમાં પ્રવેશ્યું હતું અને 46 મિનિટ સુધી રહ્યું હતું.

Also work : મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે! નવી સરકારની રચનાના સમીકરણો ખોરવાયા

પાકિસ્તાને માર્ચ 2019માં વિમાનો માટે તેમના તમામ એર સ્પેસ પરના પ્રતિબંધ હટાવી દીધા હતા. આશરે 5 મહિના સુધી આ બંધ હતું. આ નિર્ણય ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધ બાદ લેવામાં આવ્યો હતો. પુલવામા હુમલાના કારણે ઉભા થયેલા તણાવ બાદ આ ફેંસલો લેવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2019માં ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ હટાવી ત્યારે પાકિસ્તાને ભારત સાથેના રાજકીય સંબંધો ઘટાડી દીધા હતા. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર પણ સસ્પેન્ડ કરી દીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને