ચોરી કરવી એ ભલે મજબૂરી હોય પણ ગુનો તો છે જ. કાયદાની દૃષ્ટિએ અને નૈતિકતાની દૃષ્ટિએ ચોરી કરવી ગુનો જ હોય છે, પણ એક વાયરલ વીડિયોમાં લોકો ચોરને સંસ્કારી કહી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે ત્યારે જાણવું જરૂરી છે કે ભઈ આ ચોરે એવું તે શું કર્યું કે લોકો તેને સંસ્કારી કહી રહ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર @plague.xd નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુકાનમાં ચોર ઘુસેલો છે અને ટેબલ નીચે જઈ કંઈક કરી રહ્યો છે, પણ અચાનક તેનો પગ ટેબલને લાગી જાય છે અને ટેબલ પરથી ભગવાનની તસવીરવાળી ફ્રેમ પડી જાય છે. ચોર તરત જ ઊભો થઈ ફ્રેમને માથે ચડાવે છે અને ફરી તેની જગ્યાએ વ્યવસ્થિત મૂકી દે છે.
આ પણ વાંચો…ચારધામ યાત્રા પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ લેટેસ્ટ અપડેટ જાણી લેજો
આ વીડિયો જોઈને નેટીઝન્સ ચોરના વખાણ કરી રહ્યા છે. કોઈકે કહ્યું છે કે મજબૂરીએ અમને ચોર બનાવી દીધા બાકી અમે પણ સસ્કારી છીએ તો કોઈ કહે છે કે ધંધા પોતાની જગ્યાએ અને સસ્કાર પોતાની જગ્યાએ. લોકોએ તેમને સસ્કારી ચોરનું બિરૂદ પણ આપી દીધું છે.
આ વીડિયો ક્યાંનો છે તે હજુ બહાર આવ્યું નથી, પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તમે પણ જૂઓ વાયરલ વીડિયો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને