One should bash  work  and inquire  questions...
  • હેમંત વાળા

પરિપ્રશ્નેન સેવયા – ગીતાનું આ કથન છે. કોઈપણને પ્રશ્ન પૂછવાનો અધિકાર આમ જ નથી મળી જતો. સમાજના વ્યવહારમાં વ્યવહારિક પ્રશ્નો માતા-પિતા, વડીલ કે શિક્ષકને પૂછી શકાય. વ્યક્તિનો આ અધિકાર પણ છે. આનાથી સમાજને ફાયદો પણ છે. આનાથી વ્યક્તિનું ઘડતર થઈ શકે અને સમાજ પણ સુ-ઘડીત થાય. સમાજની દરેક વ્યક્તિનો એ અધિકાર છે એ પ્રશ્ન પૂછી શકે, અને સાથે સાથે એ તેનું ઉત્તરદાયિત્વ છે કે અન્ય દ્વારા પુછાયેલા પ્રશ્નોનો જવાબ આપે. આધ્યાત્મના ક્ષેત્રમાં આવો અધિકાર પણ નથી અને આવું ઉત્તરદાયિત્વ પણ નથી. અધિકાર મેળવવો પડે અને ઉત્તરદાયિત્વ નિભાવવું પડે. વ્યક્તિ જ્યારે યોગ્યતા ધારણ કરે ત્યારે, તે વ્યક્તિ મટી શિષ્ય બને અને જ્યારે વ્યક્તિ ઉત્તરદાયિત્વ નિભાવવા તૈયાર હોય ત્યારે, તે વ્યક્તિ મટી મહાત્મા બને, ગુદેવ બને. તે માટે પણ લાયકાત જરૂરી છે.

Also work : ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન

આધ્યાત્મિક જ્ઞાન અતિ ગૂઢ છે, અતિ વિસ્તૃત છે, અતિ ગહન છે, અતિ જટિલ છે. જો તે અનુભવ યુક્ત હોય તો જ તે જ્ઞાન કહેવાય. પુસ્તક કે શાસ્ત્ર વાંચીને, કોઈ સત્સંગમાં સાંભળીને, કોઈ યુ-ટ્યુબનો વીડિયો જોઈને આ જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે. હા, કદાચ થોડાં શબ્દો જાણમાં આવી જાય, થોડી જાણકારી પ્રાપ્ત થઈ જાય, જાણકારી મળી ગઈ છે તે પ્રકારની ભ્રામક પ્રતીતિ પણ થઈ જાય, અને અમુક સંજોગોમાં `જ્ઞાની’ તરીકે સમાજનો ચોક્કસ વર્ગ સ્વીકારી પણ લે, પણ વાસ્તવિકતામાં તે વ્યક્તિ એટલો જ અજ્ઞાની હોઈ શકે.

આધ્યાત્મનું જ્ઞાન એ અનુભૂતિનો વિષય છે, જાણકારીનો નહીં. આધ્યાત્મનું જ્ઞાન એ સંપૂર્ણતાની સંપૂર્ણતામાં પ્રતીતિ છે. આધ્યાત્મનું જ્ઞાન પૂર્ણ છે, તેનું અંશત: જ્ઞાન સંભવી ન શકે. આધ્યાત્મનું જ્ઞાન શાશ્વત છે જેના પર સમયની છાપ નથી હોતી. આધ્યાત્મનું જ્ઞાન અચલ છે જેની સ્થિતિમાં ક્યારેય બદલાવ સંભવ નથી. આધ્યાત્મનું જ્ઞાન અનાદિ છે જે સૃષ્ટિની શરૂઆત પહેલાં પણ હતું, સૃષ્ટિના અસ્તિત્વ દરમિયાન પણ છે અને સૃષ્ટિના વિલય બાદ પણ એ જ સ્થિતિમાં કાયમ રહેશે. આધ્યાત્મનું જ્ઞાન પૂર્ણતાલક્ષી છે, અહીં સાંદર્ભિક બાબતોનું કોઈ સ્થાન નથી. આ બધી વાતો નવી નથી.

સનાતની સંસ્કૃતિમાં યુગોથી આ વાત સ્થાપિત થઈ ચૂકી છે, સ્વીકૃત બની ચૂકી છે, અનુભૂતિની પૂર્ણતાથી સિદ્ધ થઈ ચુકી છે અને તેનાં પરિણામ પણ અદ્ભુત છે.

આ જ્ઞાન તે જ વ્યક્તિ તરફથી મળી શકે કે જેને તે જ્ઞાન બાબતે લગભગ સંપૂર્ણતામાં પ્રતીતિ થઈ ચૂકી હોય. તરવા માટે એ જ વ્યક્તિ પ્રશિક્ષણ આપી શકે, સમજ આપી શકે, જ્ઞાન આપી શકે કે જેને આ વિષયમાં સૈદ્ધાંતિક, વ્યવહારિક, પ્રાયોગિક તેમજ વાસ્તવિક અનુભવ હોય અને અનુભૂતિ પણ હોય. પાણીમાં તરવા માટે આ વાત સાચી છે અને ભવસાગરમાં તરવા માટે પણ આ વાત એટલી જ સાચી છે.

Also work : વાણી કેવી બોલવી? સત્યં વદ પ્રિયં વદ

આ આધ્યાત્મજ્ઞાન આધ્યાત્મજ્ઞાની પાસેથી જ મળી શકે. તે મહાપુષને પ્રણામ કરવા પડે, તેમની સેવા કરવી પડે, તેમની આજ્ઞા પાળવી પડે, તેમનાં નિયમો પ્રમાણે જીવન ઘડવું પડે, તેમની છત્રછાયામાં પોતાના અસ્તિત્વનો અહંકાર અને અસ્તિત્વની જરૂરિયાતો બાબતે નિર્લેપ થવું પડે, તેમને જ્ઞાન-પ્રદાન માટે પ્રસન્ન કરવા પડે, એમના પ્રત્યે સંપૂર્ણતામાં સમર્પિત થવું પડે. આ પ્રકારના સમર્પણથી પછી જો યોગ્યતા પ્રાપ્ત થાય, ઉચ્ચકક્ષાની જિજ્ઞાસા જાગ્રત થાય, સમય સ્થળ અને સંજોગો અનુકૂળ બની રહે, ભવિષ્યની વ્યક્તિગત તેમજ સામાજિક સંભાવનાઓ માટે તે જરૂરી હોય, સૃષ્ટિ પ્રત્યેની નિષ્ઠા અને ઉત્તરદાયિત્વ સાત્ત્વિક ભાવથી સ્પષ્ટ થઈ ચૂક્યા હોય અને કોઈપણ પ્રકારે કોઈ પણ પ્રકારના નકારાત્મક ભાવની સંભાવના ન હોય તો તે મહાત્માની કૃપા મળી શકે. એ સમજી લેવું જરૂરી છે કે આ જ્ઞાન તે જ વ્યક્તિને આપી શકાય કે જે સૃષ્ટિના સમીકરણમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે નકારાત્મકતા ઊભી ન કરે.

તે પછી પણ પ્રશ્નો તો પૂછવા જ પડે. પ્રશ્નો પરથી વ્યક્તિની માનસિકતા, ક્ષમતા, સ્થિતિ, તૈયારી, મુમુક્ષુતા, સાત્ત્વિકતા જેવી બાબતો પ્રત્યક્ષ થાય. પ્રશ્નોથી વ્યક્તિનું લક્ષ્ય કયું છે તે પણ જાણમાં આવે. આના આધારે તે મહાત્મા નક્કી કરે કે વ્યક્તિ માટે કયા પ્રકારનો, કઈ દિશાનો, કેવી અડચણ વાળો, અંતે કેવી સંભાવના આપનારો માર્ગ યોગ્ય રહેશે. અહીં તે મહાત્મા આ સમગ્ર પ્રવાસની સંભવિત ત્વરિતતા વિશે પણ નિર્ણય લઈ શકે. વ્યક્તિનું વર્તમાન અને સંભવિત વ્યક્તિત્વ પ્રગટ થાય તે માટે પ્રશ્નો જરૂરી છે. જેમ તે મહાત્માની સેવા જરૂરી છે તેમ પ્રશ્નો પૂછવા પણ જરૂરી છે.

જે વ્યક્તિ પ્રશિક્ષણ આપવા તૈયાર હોય, લાયક હોય, સક્ષમ હોય તે વ્યક્તિ પાસે પ્રાર્થના કરવી પડે. કુક્ષેત્રના મેદાન વચ્ચે જ્યારે અર્જુને શિષ્યપણું સ્વીકાર્યું ત્યાર પછી જ જ્ઞાનનો પ્રવાહ શરૂ થયો. યાચકની અમુક પ્રકારની માનસિકતા જરૂરી છે પછી જ દાતા જ્ઞાનયજ્ઞ શરૂ કરે, જ્ઞાનદાનનો પ્રારંભ કરે. શરણે જવું જરૂરી છે. આગળ સ્વયં શ્રીકૃષ્ણ કહે છે કે એ મહાત્માની, શરણે ગયાં પછી, સેવા કરવી પણ જરૂરી છે અને તેમને પ્રશ્નો પૂછવા પણ જરૂરી છે.

Also work : આપણને કોઈ કઠોર શબ્દો કહે તો પણ તમે સ્થિર રહી શકો તો તમે સાધક છો

સંત મહાત્મા – ગુજન હંમેશાં માનવીને, સમાજને તેમજ જગતને માર્ગદર્શન આપવા, સમજાવવા, સહાય કરવા, તેમનું સુયોગ્ય ઘડતર કરવા અને તેમને પરમ સ્થિતિ તરફ જવામાં મદદરૂપ થવા તૈયાર જ હોય છે. માત્ર લાયકાત સ્થાપિત કરવાની હોય છે અને પછી એ લાયકાતની પ્રતીતિ કરાવવાની હોય છે. સેવા કરવાથી અને પ્રશ્નો પૂછવાથી કંઈક અંશે આ સિદ્ધ થઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને