manas manthan ineffable  kumbh festival
  • મોરારિબાપુ

ભારત સનાતન છે. આ ત્રિભુવનીય મહાકુંભ છે. આ સ્વીકારનો, સમન્વયનો અને સેતુબંધનો કુંભ છે. મહાકુંભના આરંભે ઈઝરાયલ-ગાઝા વચ્ચે યુદ્ધવિરામ થઈ રહ્યો છે તેની પાછળ ભારતના કોઈ ભજનાનંદી બુદ્ધપુષની ચેતના કામ કરે છે. ભજનાનંદી બુદ્ધપુષનો અવાજ ઈશ્વરે સાંભળ્યો છે. યુદ્ધવિરામ એ શુભ શુકન છે. આ કુંભની અસરો બહુ વ્યાપક થવાની છે. 144 વર્ષો પછી આવો યોગ રચાયો છે. આખી દુનિયામાં સંગ્રામ ચાલી રહ્યો છે એવે સમયે સંગમાં રચાઈ જાય તો કેવું સાં? `રામચરિતમાનસ’ પણ પૂર્ણ કુંભ છે. બાપ! આ કાળમાં જે હરિ નથી ભજતો એ સૂતેલો છે. અયોધ્યાકાંડમાં ભગવાન વસિષ્ઠજીનાં વચન છે-

Also work : દેવરાજ ઇંદ્રની કુરૂપતા દૂર કરો, જેથી એ ફરી સ્વર્ગની ગાદી સંભાળી શકે

सोपनीय सबहीं बिधि सोई | जो न छाडि छलु हरि जन होई ॥
આવો સુંદર અવસર મળ્યા પછી પણ જે હરિ ભજતો નથી, એ જાગૃત નથી, સૂતેલો છે. આ બધા સુંદર અવસર છે, મોકો મળ્યો છે હરિ ભજવાનો.

तारी सांसे गिनी जा रही है,
बहोत सोच समजकर रहना |
કળિયુગ જે હોય તે, આ કાળ, આ મહિનો, કુંભનો પર્વ, જેમાં આપણે હરિચર્ચા કરી રહ્યા છીએ, આ કાળ ખૂબ પવિત્ર છે, છતાં જે હરિ ન ભજે એ સૂતેલો છે. જે ભજશે એને રાખશે,

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् |
મારો કોઈ આગ્રહ નથી, જ્યાં તમારી નિષ્ઠા હોય; શિવ, રામ, કૃષ્ણ, એને ખૂબ ભજજો. ભજનાનંદી પુષો, ગુઆશ્રિતો સાધકો કે જેમને કોઈ ને કોઈ સાધન પર ભજન કરવું છે, એમના માટે મારા અનુભવ મુજબ અને મારી દ્રષ્ટિએ કેટલાંક સૂત્રો નિતાંત જરૂરી છે. એક, ભજન કરનારાઓમાં વિવેક હોવો જ જોઈએ. અવિવેકી વ્યક્તિ લાખ ભજન કરે તો પણ, એમના ભજનમાં અહંકારને પ્રવેશવાની એક નાની એક ખડકી ખૂલી જાય છે. સાવધાન, વિવેક બહુ જ જરૂરી છે. વિવેક બહુ મોટી સુરક્ષા છે. તમે માળા કરતાં હો અને તમારા ઘેર કોઈ બાળક આવે, તમારી સામે ઊભું રહે, હસે અને એ વખતે તમે એની સામે જોયા વિના માળા જ ફેરવતા રહો, તો તમાં ભજન તો થઈ રહ્યું છે, પરંતુ તમે વિવેક ચૂકી રહ્યા છો ! પ્લીઝ, નાનાં નાનાં બાળકોને જોઇને ભૂલ ન કરો. પડોશીનું બાળક તમારા ઈષ્ટદેવનું રૂપ લઈને તો નથી આવ્યું ને, એનો કેવી રીતે નિર્ણય કરશો ?

મારાં ભાઈ-બહેનો, તમે જપ કરો, ભજન કરો, પરંતુ કોઈ બાળક આવું કંઈક બોલે ત્યારે એની ઉપેક્ષા ન થઈ જાય એનું ધ્યાન રાખો. એ અવિવેક છે. દરેક ઘરમાં પરમાત્મા આવા મોકા આપે છે. ભગવાન લાડુનો પ્રસાદ નથી આપતા, લાડુનો પ્રસાદ તો મંદિરોમાં પૂજારી આપે છે. તો, વિવેક બહુ જ જરૂરી છે. કેવળ ભજન કરનારાઓને આ હું કહી રહ્યો છું.

Also work : મહાપુરુષના સંગનું મહત્ત્વ

મારી સમજ મુજબ બીજી વસ્તુ, ભજન કરનારાઓએ વિશ્વાસ બહુ જ રાખવો પડે છે. `માનસ’માં તો લખ્યું છે, ‘बिनु बिस्वास भगति नहिं શબરી સાથે જ્યારે વાત થઈ ત્યારે શબરીએ કહ્યું, ‘मंत्र जाप मम दढ बिस्वासा|’
વિશ્વાસ બહુ જ રાખવો પડે છે. મેં કાલે કહ્યું ને કે, જે સહે છે એ જ જીતે છે. વિશ્વાસ રાખીને સહેવું પડશે. ભજનને અક્ષુણ્ણ રાખવા માટે ત્રીજી વસ્તુ જરૂરી છે, બીજાની ક્રિયા અને પ્રતિક્રિયામાં પોતાનો સમય ન બગાડવો. એ કેવી ક્રિયા કરે છે અથવા તો મારી ક્રિયાની કેવી પ્રતિક્રિયા આપે છે, એ બંનેમાં અકારણ આપણો સમય બરબાદ ન કરીએ એ અધ્યાત્મજગતને માટે બહુ જ જરૂરી છે. નહીંતર ભજનનો રસ ખતમ થવા માંડે છે. હું ક્યારેક ક્યારેક એવું વિચાં છું, પછી ગ્લાનિ થાય છે કે હું એમાં શું કામ પડ્યો? તો, કોઈની ક્રિયા-પ્રતિક્રિયામાં આપણે આપણો સમય ન બગાડીએ.

ક્રિયા-પ્રતિક્રિયા બહુ ધ્યાનમાં ન લેવી; અને આખરી સૂત્ર, સત્ય. ભગવાન કૃષ્ણ પાસે કેવળ જીભનું સત્ય ન હતું, પરિપૂર્ણ જીવનનું સત્ય હતું. એમનું સમગ્ર જીવન સત્ય છે. માણસની પરિસ્થિતિ ક્યારેક એવી હોય છે કે, માણસ ભીતરથી પૂર્ણ સત્યનો ઉપાસક હોવા છતાં પણ એને ક્યારેક ને ક્યારેક પીડા સાથે પણ જીભથી અસત્ય ઉચ્ચારણ કરવું પડે છે. અસત્ય બોલવા માટેનું માણસનું એક કારણ હોય છે એની મજબૂરી. આ આપણા સૌના અનુભવ છે. બીજું કારણ હોય છે ધર્મની કટ્ટરતા. ધર્મનું દબાણ. પછી કોઈ એને નામ આપી દે છે ધર્મસંકટ.

ત્રીજું પ્રમાણ મારી પાસે છે, મગરૂરી. અહંકાર અસત્ય બોલાવે છે. ચોથું, મશ્કરીમાં પણ લોકો ખોટું બોલે છે. અને કેટલાક લોકોની પ્રવૃત્તિ જ એવી હોય છે કે નિરંતર ખોટું બોલે છે! અહીં આપણી વાત ચાલી રહી છે સત્યની. ભજનની ચિ અખંડ રાખવા માગતા હો તો, શક્ય હોય ત્યાં સુધી સત્યને જીવનનો સચિવ બનાવો, જે આપણને ગાઈડ કરે. સત્યનું તો આખું શાસ્ત્ર છે.

બધા પ્રવાહો એની તરફ જાય છે, તેથી જેમાં મતિ, જેમાં પ્રીતિ, જેમ રતિ, ત્રણે જ્યાં લાગે, એને આ કાળમાં ખૂબ ભજો. જે ભજન નથી કરતો એ સૂતેલો છે. ફરી એકવાર કહું કે, રાગ અને દ્વેષ પણ છે અને તમે ભજન કરો તો ફળ મળશે પણ રસ નહીં મળે. પ્રજ્ઞાચક્ષુ શરણાનંદજીને કોઈએ પૂછ્યું કે રાતે શું કરવું જોઈએ ? પોતાના ઢંગથી કહેતા, આમ તો વાત બધા એક જ કહેતા હોય છે. એ કહેતા કે જ્યારે તમને એમ લાગે કે હવે સૂઈ જ જવાનું છે, ત્યારે ભગવાનનું ધ્યાન, સુમિરન પણ નહીં કરતાં, કોઈ પાઠ, પારાયણ નહીં કરતાં. એવે સમયે, તું જ્યારે જાગ્યો હતો, ત્યારથી માંડી હવે સૂઈ જઈ રહ્યો છે, એ વખતનાં બધા કર્મોનો હિસાબ માંડ.

Also work : હું દેવરાજ નહુશ તમને મારી પત્ની બનાવવા ઉત્સુક છું, શું મારી દરખાસ્ત તમે સ્વીકારશો?

આ જ કર્મના હિસાબ પર તાં પ્રભાત ઊગશે, તારા માટે નવી સવાર થશે. જીવનની સાર્થકતા ત્યારે છે જ્યારે આપણે સાધના કરીએ. વિશ્વશાંતિ માટે મારી પ્રાર્થના છે કે બધાં સાધના કરે. ભગવાનની પરમ કૃપાથી આ કુંભના મહાપર્વ નિમિત્તે મા ભાગીરથી ગંગાના તટ પર આપણે રામકથાના સત્સંગ માટે ભેગાં થયાં છીએ. વિશ્વનું આ સૌથી મોટું આધ્યાત્મિક મિલન, વ્યક્ત અને અવ્યક્ત, કેટલા સાધુ, સંત, દેવતાઓ,ન જાણે અહીં ઘૂમતાં હશે. કુંભકર્ણના જીવનમાં નારદજીના,સંતોના વચનામૃતો આવ્યાં અને એ જાગી ગયો. તેવી રીતે આ કુંભના પર્વ પર આપણા કર્ણ કુંભ જાગી જાય તો કંઈક વાત બને

  • સંકલન : જયદેવ માંકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને