ડાંગઃ રવિવારની વહેલી સવારે જ ડાંગ જિલ્લાના માર્ગ પર અકસ્માતના સમાચાર આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર એક ખાનગી બસ પલટી મારી જતા પાંચ પ્રવાસીના મોત થયા છે જ્યારે અન્યોને ઈજા થઈ છે. ડાંગ જિલ્લાના પ્રવાસન માટે જાણીતા સાપુતારામાં આ ઘટના બની છે, જ્યાંના માલેગામ ઘાટ પરથી પસાર થતી વખતે ખાનગી બસને અક્સમાત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ આખી પલટી હતી અને પાંચ જણના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. હાલમાં પોલીસ વિશેષ તપાસ હાથ ધરી રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : ડાંગમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ, ધરતીપુત્રોની વધી ચિંતા
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સાપુતારા માલેગામ ઘાટમાં વહેલી સવારે ચાર વાગ્યે ઉત્તર પ્રદેશની ખાનગી બસને અકસ્માત નડયો છે. ઉત્તર પ્રદેશથી લગભગ 50 જેટલા મુસાફરોથી ભરેલી બસ વહેલી સવારે સાપુતારાના માલેગામ ઘાટ પરથી પસાર થતી હતી તે સમયે અકસ્માત થયો હતો. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર પાંચ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને