![Chiranjivi faces backlash for his remark astir antheral child](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/chiranjeevi.webp)
દક્ષિણની ફિલ્મોના મોટા સ્ટાર ચિરંજીવી હાલમાં વિવાદમાં ફસાયા છે. હાલમાં એક ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં તેમણ કંઇક એવું નિવેદન આપ્યું હતું કે તેમને હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ચિરંજીવી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પહોંચ્યા હતા. તેમણે પરિવારનો વારસો આગળ ધપાવવા માટે પૌત્રની ઇચ્છાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેમને એ વાતનો ઘણો ડર છે કે તેમના પુત્ર રામ ચરણને ઘરે ફરીથી પુત્રી જન્મી શકે છે. તેઓ ઇચ્છે છે કે રામ ચરણના ઘરે દીકરી નહીં પણ દીકરો જન્મે. ચિરંજીવીના આ નિવેદન પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આજના જમાનામાં પણ તેમને વારસદાર તરીકે દીકરો જોઇએ છે.
શું બોલ્યા હતા ચિરંજીવી? :-
રામ ચરણના પિતા અને અભિનેતા ચિરંજીવી એક ઇવેન્ટમાં આવ્યા હતા, જેમાં તેમણે કંઇક એવી ટિપ્પણી કરી હતી કે તેઓ ટ્રોલર્સના નિશાના પર આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ ઘરે હોય છે ત્યારે તેમને એવું નથી લાગતું કે તેઓ પૌત્રીઓથી ઘેરાયેલા છે. તેમને હંમેશા એવું લાગે છએ કે તેઓ લેડિઝ હૉસ્ટેલના વૉર્ડન છે અને આખો સમય લેડીઝોથી જ ઘેરાયેલા રહે છે. હું ઇચ્છઉં છું અને ઘણી વાર રામ ચરણને કહું પણ છું કે કમ સે કમ આ વખતે તો છોકરો જ પેદા કરે જેથી ઘરનો વારસો આગળ તો વધી શકે. જોકે, એની દીકરી મારી આંખોનું રતન છે, પણ મને હંમેશા એવો ડર લાગે છએ કે તેના ઘરે ફરીથી દીકરી ના અવતરે.
તેમની આ વાતથી લોકો નારાજ થઇ ગયા છે.
આ પણ વાંચો : મેગાસ્ટાર ચિરંજીવીના નામે નોંધાયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ: આમિર ખાને કહ્યું “હું પણ તેમનો મોટો ફેન”
https://twitter.com/i/status/1889521758153105668
લોકો ચિરંજીવીને ટ્રોલ કરી રહ્યા છે. એક જણે લખ્યું હતું કે એક અભિનેતા તરીકે તમારું સન્માન કરુ છું, પણ તમે પણ પિતૃસત્તાક સમાજની તરફેણ કરો છો એમ લાગે છે. તમને એમ લાગે છે કે વિરાસત માત્ર છોકરાઓ જ આગળ લઇ જઇ શકે છે. તમારી આ વાતથી ઘણો જ આંચકો લાગ્યો.
નોંધનીય છે કે લાંબા સમય બાદ રામ ચરણ અને તેમની પત્ની ઉપાસનાને ત્યાં 20 જૂન 2023ના રોજ એક દીકરીનો જન્મ થયો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને