બૉક્સ ઓફિસ પર બે સુપરસ્ટારની ફિલ્મ ટકરાઈ રહી છે અને દર્શકો માટે બે સારા ઑપ્શન છે ત્યારે બન્ને ફિલ્મોને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. બે દિવસ પહેલા રિલિઝ થયેલી શાહિદ કપૂરની દેવાએ(Deva)રિલીઝ થતાની સાથે જ બાજી મારી છે. પહેલા જ દિવસે ફિલ્મ દેવાએ વર્ષ 2025ની બીજી સૌથી વધુ ઓપનિંગ કરનારી હિન્દી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે.
Also work : ઉદિત નારાયણ ગીત ગાવા ગયા હતા કે ફીમેલ ફેન્સને કીસ કરવા, વીડિયો વાયરલ
બીજા દિવસે ફિલ્મે શરૂઆતના દિવસ કરતાં વધુ કલેક્શન કર્યું હતું. લગભગ રૂ. 85 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે દેશમાં રૂ. 5.50 કરોડની ઓપનિંગ કરી છે અને હવે બીજા દિવસે રૂ. 6.25 કરોડનું કલેક્શન કર્યું છે. પરિણામે ફિલ્મે બે દિવસમાં 11.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો બીજી બાજુ અક્ષય કુમાર અને વીર પહાડિયાની સ્કાય ફોર્સનું કલેક્શન 8માં દિવસે ઘટ્યું હતું, પરંતુ પરંતુ 9 દિવસે એટલે કે ગઈકાલે સ્કાય ફોર્સ(sky force)100 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.
જો વર્લ્ડવાઈડ કલેક્શન પર નજર કરીએ તો દેવા એ પહેલા દિવસે 7.50 કરોડનું કલેક્શન કર્યું હતું.
12.25 કરોડની જોરદાર ઓપનિંગ વીક એન્ડ બાદ બાદ સ્કાય ફોર્સનું કલેક્શન ચોથા દિવસથી સતત ઘટતું ગયું હતું. વીક ડેઝમાં ફિલ્મ ધીમી પડી હતી જે ફરી વીક એન્ડમાં ઉછાળા સાથે આગળ વધી છે અને નવ દિવસમાં ફિલ્મે રૂ. 94 કરોડનું કલેક્શન કર્યું છે. આજે રવિવારે જો ફિલ્મ 6 7 કરોડ રળી લે તો 100 કરોડના ક્લબમાં આવી જશે તેમ ફિલ્મી પંડિતો કહી રહ્યા છે.
Also work : ચોરી પકડી ગઈઃ કોને ડેટ કરી રહી છે ખુશી કપૂર?
ત્યારે શાહિદની ફિલ્મનું આ પહેલું વીક એન્ડ છે અને તે સારું છે. હવે બીજા વીક એન્ડમાં દર્શકો કેવો પ્રેમ આપે અને વીક ડેઝમાં પણ ફિલ્મ કલેક્શન કરી શકે છે તે જોવાનું રહ્યું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને