મુંબઇઃ પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક ગામમાં મેળામાં હાજરી આપ્યા બાદ ફૂડ પોઇઝનિંગને કારણે 250થી વધુ લોકો બીમાર પડ્યા હોવાનો બનાવ બન્યો છે. આ બધાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમાના ઘણા લોકોને રજા આપવામાં આવી હતી. સારવાર હેઠળના અન્ય લોકોની હાલત પણ સ્થિર છે.
આ મામલે પોલીસે શું જણાવ્યું? :-
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે ગામમાં મંગળવારે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસાદ તરીકે દૂધમાંથી બનાવવામાં આવેલી ખીર લોકોને આપવામાં આવી હતી. પ્રસાદ લીધા બાદ બુધવારે સવારે ઘણા લોકોને તાવ, ઝાડા, ઉલટીની ફરિયાદ થવા લાગી હતી. શંકાસ્પદ ફૂડ પોઇઝનિંગને કારણે ગામના લગભગ 255 લોકો બીમાર પડી ગયા હતા.
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે મોટાભાગના લોકોએ મેળામાં ખીરનો પ્રસાદ આરોગ્યો હતો. જોકે, ત્યાં ખાણીપીણીના બીજા સ્ટોલ્સ પણ હતા. તેથી હાલમાં દૂધની ખીર ખાવાથી જ લોકો બીમાર પડ્યા હતા કે પછી અન્ય સ્ટોલ્સ પરથી ખાવાનું ખાવાથી લોકો બીમાર પડ્યા હતા, એ કહેવું મુશ્કેલ છે. જોકે, સારી વાત એ છે કે બધાની તબિયત સારી છે અને ચિંતાનું કોઇ કારણ નથી. મોટા ભાગના લોકોને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો…મુંબઈને મળશે વધુ એક ટૂરિઝમ સ્પૉટઃ લંડનનો આ પ્રોજેક્ટ મુંબઈમાં પણ ઊભો કરશે પાલિકા
હાલમાં મેળામાંથી એકત્રિત કરાયેલા ખાદ્ય સામગ્રીના નમૂનાઓ ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ બાદ ફૂડ પોઇઝનિંગની પુષ્ટિ થશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને